તમારી આ નાનકડી ભૂલથી ચા બની જાય છે ‘ઝેર’, જાણશો તો બચી જશો.
Tea can be harmful: ઘણાં બધા લોકોને સવારમાં ઉઠતાની સાથે ચા પીવાની આદત હોય છે. શરદી-ખાંસી જેવી તકલીફમાં તમે ચા પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ તમે ચા કેવી રીતે બનાવો છો એ બહુ મહત્વનું છે.
દરેક લોકોના રસોડામાં બનતી ચાનો સ્વાદ અલગ-અલગ હોય છે. કોઇને આદુ વાળી ચા ભાવે છે તો કોઇને સાદી, આમ ચા પણ અલગ-અલગ પ્રકારે બનતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ચા માત્ર સ્વાદના હિસાબથી જ નહીં, પરંતુ હેલ્થને ફાયદો થાય એ રીતે પણ બનાવવી જોઇએ.
પરફેક્ટ ચા બનાવવા માટે સૌથી પહેલાં દૂધને એક પેનમાં લઇ લો.
હવે આ દૂધને ઉકાળી લો.
પછી એક બીજા પેનમાં એક કપ પાણી ઉકાળવા માટે મુકી દો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં એક ચમચી ચા પત્તી નાખો. આ સાથે આદુ, ઇલાયચી તેમજ તુલસી જેવા બીજા અનેક પ્રકારના મસાલા તમારા હિસાબથી તમે નાખી શકો છો.
માત્ર 5 મિનિટ મિડીયમ ફ્લેમ પર થવા દો.
ત્યારબાદ અડધો કપથી વધારે દૂધ નાખો અને એક ચમચી ખાંડ મિક્સ કરો.
આ ચાને હાઇ ફ્લેમ પર 2 થી 3 માટે ઉકળવા દો. ચાનો ઉભરો ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ તેમજ ધીમી કરતા રહો. આમ કરવાથી ઉભરાશે નહીં.
હવે ગેસ બંધ કરી દો.
ચા બનાવવાની આ પરફેક્ટ રીત છે.
સામાન્ય રીતે ચા બનાવવાની પરફેક્ટ રીત એ છે કે તમે ચા પત્તી અને કોઇ ફ્લેવરના મસાલા પાણીમાં નાખીને ઉકાળીને ગાળી લો.
ત્યારબાદ ગરમ કરેલુ દૂધ અને ખાંડ એક સાથે મિક્સ કરો. આ ચા પીવાથી હેલ્થને કોઇ નુકસાન થતુ નથી.
6 મિનિટ કરતા વધારે સમય સુધી ચા ઉકાળશો નહી.
વારંવાર ચા પત્તીનો ઉપયોગ કરશો નહીં.
No comments:
Post a Comment