Pages

Search This Website

Wednesday 29 November 2023

હેલ્થ ટિપ્સ : ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં?

હેલ્થ ટિપ્સ : ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં ?



આજની ભાગદોડ ભરી જિંદગીના પગલે લોકો અનેક બિમારીઓથી પીડાઈ છે. જેમાં એક છે ડાયાબિટીસ. આજે ડાયાબિટીસથી કેટલાય દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આ દરમ્યાન કેટલીય વસ્તુ ખાવા પર પ્રતિબંધ હોય છે. પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં.

મગફળી આપણા રસોડાના એક એવું ઈનગ્રેડિયન્ટ છે, જેનો ઉપયોગ શાક, સલાડથી લઈને મિઠાઈ બનાવવા સુધી દરેકમાં કરવામાં આવે છે.



પરંતુ શું તમે જાણો છો કે આ ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહી? ઘણા લોકોનો સવાલ હોય છે કે, મગફળી ખાવાથી બ્લડશુગરનું લેવલ વધી જવાનો ખતરો રહે છે, તેની પાછળ સત્ય હકીકત શું છે અને ખરેખર ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહી તેના વિશે જાણીએ.

શું ડાયાબિટીસવાળા લોકોને મગફળી ખાવી જોઈએ ?

મગફળીનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સુપક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને ગ્લાઈસેમિક લોડ ઓછો હોય છે અને તેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. જોકે, એક્સપર્ટનું માનવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ મગફળીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ નહીં.

શિયાળામાં મગફળીનું સેવન કરવું જરુરી

મગફળી ખાવાથી માત્ર બ્લડ શુગર લેવલ જ કન્ટ્રોલમાં રહે છે એવું નથી, પરંતુ તેની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનો ખતરો પણ કેટલાક અંશે ઘટી જાય છે. ખાસ કરીને શિયાળામાં મગફળીનું સેવન કરવુ જરુરી છે, કારણ કે તેમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઈબરની માત્રા ભરપુર રહેલી હોય છે, જે એનર્જી આપે છે. સાથે સાથે ઠંડીની સિઝનમાં ઈમ્યુનિટીને પણ વધારે છે. એટલું જ નહીં મગફળીમાં પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને આયરન જેવા પોષક તત્વો પણ રહેલા છે.

સૂચના:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. Gyanpanth આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

No comments:

Post a Comment