ગુજરાતનું ફરવાલાયક સ્થળ: Best Place Visit in Gujarat: હાલતો દિવાળીનો માહોલ છે. લોકો દિવાળીના તહેવારોમાં જુદી જુદી જગ્યા પર ફરવા માટે જતાં હોય છે. ત્યારે આ દિવાળી પર તમરે કાય ફરવા જવું છે તેના પ્લાન તમે બનાવી રહયો હોય તો અમે તમને ગુજરાતનું ફરવાલાયક સ્થળની મુલાકાત લેવાનું કહેશું કે ત્યાં તમે જશો તો તમે તેનો ખૂબ જ આનંદ મેળવી શકો છો. અને ખાસ કરીને નવેમ્બર મહિનાની ગુલાબી ઠંડીમાં આ સ્થળ એક અદ્ભુત અને ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.
ગુજરાતનું ફરવાલાયક સ્થળ
તહેવારોની સીઝની વચ્ચે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. જો તમે પણ ગુલાબી ઠંડીમાં મજા માનવી ગમતી હોય તો આવામાં નવેમ્બર મહિનો ફરવા માટે બેસ્ટ ગણાય છે. નવેમ્બર માહિનામાં અનેક તહેવારો પણ આવે છે. જેના લીધે દરેક જગ્યાએ કલ્ચર જોવા મળશે. આજે અમે તમને એવી જગ્યા પર વિશેની માહિતી આપીશું કે જ્યા તમે નવેમ્બર માહિનામાં ફરવા જય શકો છો. અને આ યાદીમાં ગુજરાતનું ફરવાલાયક સ્થળ પણ આપેલું છે તે જોઈએ.
ભરતપુર રાજસ્થાન
કેવલદેવ નેશનલ પાર્ક, જેને ભારત પૂર બર્ડ સેન્ચ્યુરીના નામે પણ ઓળખવામાં આવે છે. તે પક્ષી પ્રેમીઓ માટે જબરદસ્ત જગ્યા છે. અહી પક્ષીઓની લગભગ 370 જેટલી જુદી જુદી જાતિઓ છે. અને નવેમ્બર માહિનામાં અહી અનેક પ્રવાશી પક્ષીઓ જેમ કે પેલીકન, ગીઝ, બાજ અને બ્લ્યુ ટેલ્ડ બી ઈટર તથા ગાર્ગેનિ ઠંડીની સિઝનમાં ત્યાં આવે છે. તથા અન્ય જુદા જુદા દેશો માથી પણ વીસેશી પક્ષીઓ આવે છે. જે તમામ ઠંડીની ઋતુમાં આવે છે.
ગોવા
દર વર્ષે ગોવામાં એશિયનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે. આ ફેસ્ટિવલમાં પ્રસિધ્ધ કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, આલચકોની મેજબાનીની સાથે સાથે દુનિયાભરની ફિલ્મો દેખાડવામાં આવે છે. નવેમ્બર માહિનામાં ગોવાનું હવામાન ખૂબ જ સારું હોય છે.
કચ્છનું રણ
આપણે જે ગુજરાતનું ફરવાલાયક સ્થળ ની વાત કરી રહ્યા છીએ તે ઠંડીની ઋતુમાં કચ્છના સફેદ રણની સફેદ રેતી મેજિકલ લાગે છે. ગુજરાતનું ક્યારેય ખતમ ન થનારું મીઠાનું રણ ઠંડીની ઋતુ પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રસિધ્ધ છે. આ સાથે અહી દર વર્ષે માવેમ્બર માહિનામાં રણોત્સવ યોજાય છે. જેને જોવા માટે વિદેશી લોકો આવે છે. આ દરમિયાન અહીની અલગ જ સુંદરતા જોવા મળતી હોય છે.
આ પણ વાંચો: Jio Car Tracker: જીઓએ લોન્ચ કર્યું કાર ટ્રેકર ડિવાઇસ, જે લાગવતા જ મળશે પળે પળનું લોકેશન.
અમૃતસર પંજાબ
અમૃતસરમા ગુરુ પર્વનો તહેવાર ખૂબ ધામ ધૂમથી ઉજવાય છે. આ દરમિયાન અહીના વિખ્યાત સુવર્ણ મંદિરને ખૂબ જ સજાવવામાં આવે છે. શહેરની સુંદરતા પણ ચરણસીમાએ છે. ગુરુ પર્વના અવસરે અહી જગ્યાએ જગ્યાએ લંગરનું આયોજન થાય છે. આ સાથે જ કથા અને કીર્તન પણ થાય છે.
શિલોંગ મેઘાલય
અહી દર વર્ષે નવેમ્બરમાં શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન અહી પરફોર્મ કરવા માટે અનેક મોટા આર્ટિટ્સ આવે છે. જો તમે પણ અહીના કલ્ચર, ખાણીપીણી, આર્ટ અને મ્યુઝિક વિશે રસ ધરાવતા હોય આ સમય બિલકુલ પરફેક્ટ છે.
No comments:
Post a Comment