Pages

Search This Website

Wednesday 20 September 2023

RBI Assistant 2023: સ્નાતક હોય તેમના માટે RBIમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે નોકરીની સારી તક, જાણો કેવી રીતે કરશો અરજી



RBI Assistant 2023: સ્નાતક હોય તેમના માટે નોકરીની એક સારી તક સામે આવી છે.. RBIમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે.. જેમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.. ભારતીય રિઝર્વ બેંકે આજે આસિસ્ટન્ટ ભરતી 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટેની અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે… જે પણ ઉમેદવાર અરજી કરવા માંગતુ હોય તેઓ 4 ઓક્ટોબર સુધી સત્તાવાર વેબસાઈટ – Opportunities.rbi.org.in પર અરજી કરી શકે છે.. RBIની આ ભરતી અભિયાનનો ઉદ્દેશ્ય સહાયકની કુલ 450 ખાલી જગ્યાઓ ભરવાનો છે. ત્યારે જાણો કેવી રીતે અરજી કરશો અને કોણ કોણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે…


ક્યારે યોજાશે પરિક્ષા?

RBI આસિસ્ટન્ટ 2023ની ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષા 21 અને 23 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે.. જ્યારે મુખ્ય પરીક્ષા 2 ડિસેમ્બરે યોજાશે. જો કે સંજોગો અનુસાર આરબીઆઈ દ્વારા તેનું સમયપત્રક પણ બદલી શકાય છે. પરંતુ પરીક્ષા નિર્ધારિત તારીખે લેવામાં આવે તેવી શક્યતાઓ વધારે છે.

કેટલી ઉંમર હોવી જોઈએ?

અરજદારની ઉંમર 1લી સપ્ટેમ્બરના રોજ 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ… એટલે કે જે ઉમેદવારોનો જન્મ 2જી સપ્ટેમ્બર 1995 પહેલાં થયો ન હોય અને 1લી સપ્ટેમ્બર 2003 પછી ન થયો હોય તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

અરજી કરતા પહેલા શું ધ્યાન રાખશો?

  • આ ભરતી માટે ફક્ત તે જ ઉમેદવાર અરજી કરી શકે છે… જે ભારતનો નાગરિક હોય અથવા નેપાળ, ભૂતાનનો નાગરિક હોય…
  • 1 જાન્યુઆરી, 1962 પહેલા ભારતમાં આવ્યો હોય તેવા તિબેટીયન શરણાર્થી હોય અને ભારત આવ્યા હોય તે અરજી કરી શકે છે
  • પૂર્વ આફ્રિકન દેશો કેન્યા, યુગાન્ડા, યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિ, પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા,ઝામ્બિયા, માલાવી, ઝાયરે, ઈથોપિયા અને વિયેતનામથી ભારતમાં કાયમી સ્થાયી થવાના ઈરાદા સાથે ભારતીય મૂળની વ્યક્તિ અરજી કરી શકે છે.. આ ઉમેદવારોને ભારત સરકાર દ્વારા જારી કરાયેલ પાત્રતા પ્રમાણપત્રની જરૂર પડશે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ માટે અરજી કરવા માટે અરજદારોએ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારોના કિસ્સામાં લઘુત્તમ ગુણની આવશ્યકતા નથી પરંતુ પાસ કરેલ વર્ગમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે.

કેવી રીતે થશે પસંદગી?

ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા, LPT એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અને પ્રિલિમ્સ પરીક્ષાના આધારે કરવામાં આવશે..

કેવી રીતે થશે પસંદગી?

ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા, LPT એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અને પ્રિલિમ્સ પરીક્ષાના આધારે કરવામાં આવશે..

અરજી કરવા કેટલી ફી ભરવી પડશે?

SC/ST/PWBD/EXS: રૂ 50 અને 18 ટકા GST સાથે ફી ભરવાની રહેશે.

જનરલ/OBC/EWS: રૂ 450 અને 18 ટકા GST સાથે ફી ભરવાની રહેશે.

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવાં આવશે ?

450 જગ્યા પર

આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

www.rbi.org.in

RBI Assistant 2023- Important Dates 

  • RBI Assistant Notification- 2023 13th September 2023
  • RBI Assistant Apply Online Start Date 13th September 2023
  • Online Application Form Last Date- 4th October 2023
  • last Date to Pay Fees- 04th October 2023
  • Download RBI Assistant Prelims Admit Card – October 2023
  • RBI Assistant Preliminary Exam Date 21st and 23rd October 2023
  • RBI Assistant Mains Exam Date – 2nd December 2023


Please always check official website before submitting form.

No comments:

Post a Comment