Water filter tips: આજના સમયમાં હાલ પાણી શુદ્ધતા બાબતે ઘણા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે ત્યારે લોકો પાણીને શુદ્ધ કરવા માટે RO મશીન લગાવતા હોય છે ત્યારે ઘણા લોકો બજેટના કારણે RO System લગાવી શકતા નથી ત્યારે અમે અહીં તેમને આ પદ્ધતિ જણાવી રહ્યા છીએ તે ખૂબ જ જૂની અને ઓળખીતી છે. જેનો આપણા ઘરના વડીલ ઘણો ઉપયોગ કરતા આવ્યા છે, તો તમે પણ જાણો પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી! રસોડામાં રાખેલી આ વસ્તુનો કરો ઉપયોગ.
ફટકડીથી પાણી કેવી રીતે Filter કરવું.
પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી! આ પ્રક્રિયામાં તમારે ફટકડીનો ટુકડો લઈને તેને પાણીમાં નાખીને 5 થી 7 વખત ફેરવવાનું છે. જેના કારણે થોડા સમયમાં પાણીની ગંદકી નીચે બેસી જશે. આ પ્રક્રિયા સિવાય ફટકડીના ટુકડાને દોરડામાં બાંધીને પાણીમાં નાખો પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો. પછી તમે ફટકડી પાણીમાંથી કાઢી અને તમે અડધા કલાક પછી આ પાણીનો પીવામાં ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી પાણીની તમામ ગંદકી નીચે બેસી જશે
ફટકડીથી થતાં ફાયદાઓ
- તડકા ને લીધે કાળી થયેલી ગરદન સાફ કરવા માટે, તમે 1 ચમચી ફટકડીના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ નાખી, 1 થી 2 ચમચી લીંબુનો રસ સરખી માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી અને તેને 15 થી 20 મિનિટ માટે ગરદન પર લગાવી રહેવા દો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે.
- ચહેરા ઉપર ફટકડી અને ગુલાબજળ લગાવવાથી તમારા ચહેરા પરથી પિંપલ દૂર થવા લાગશે અને કરચલીઓ ઓછી થઈ જશે. તે લગાવવા માટે અડધી ચમચી ફટકડી પાવડરમાં ગુલાબજળ એડ કરીને પેસ્ટ તૈયાર કરો અને પછી, તેને તમારી હથેળીઓ પર લઈ અને તમારા ચહેરા પર હળવા હાથથી મસાજ કરો. પછી, અડધા કલાક પછી તમે શુદ્ધ પાણીથી ચહેરો ધોઈ લો પછી તમે ક્રીમ લગાવો જેથી ત્વચા પર સૂકી ન રહે.
- તમને જણાવી દઈએ કે ફટકડી લગાવવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ પણ ઘટશે જે હોર્મોનલ અસંતુલનને કારણે બહાર આવે છે. તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાશે.
પાણી ફિલ્ટર કરવા માટેની જૂની રીત કઈ છે?
No comments:
Post a Comment