Refrigerator: આપણા ઘરે ફ્રિજનો ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, તેને દીવાલથી દૂર રાખવું જોઈએ. જો ફ્રિજને દીવાલથી નિશ્ચિત દૂરી પર રાખવામાં ના આવે તો તે ખરાબ થઈ શકે છે.
આપણે બધા બાળપણથી જ ફ્રિજ જોતા આવ્યા છીએ. ઘણા લોકો તેને રસોડામાં રાખે છે તો, કેટલાય લોકો તેને રૂમ કે હોલમાં રાખતા હોય છે. ફ્રિજ હોય કે ટીવી આપણે તેને આપણા હિસાબ પ્રમાણે તેને રાખતા હોઈએ છીએ. અને મોટાભાગે આપણે જોઈએ છીએ કે, તેને દીવાલથી અડીને રાખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે તેને રાખવાની એક યોગ્ય રીત પણ છે? તે એ છે કે, તેને દીવાલથી નિશ્ચિત અંતરે રાખવું જોઈએ.
નિષ્ણાતોનું કહેવું છે કે, ફ્રિજને દીવાલથી 6થી 10 ઇંચ દૂર રાખવું જોઈએ. એવું કેમ કહેવામાં છે આવો તેની જાણકારી મેળવીએ. એક ફ્રિજને પોતાની અંદર વસ્તુઓને ઠંડી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાછળની જાળીમાંથી ગરમી નીકળતી હોય છે. જેથી ફ્રિજને દીવાલથી થોડે દૂર રાખવું ખુબ જ અનિવાર્ય બની જાય છે.
ગરમીનું અંતર જરૂરી છે: ફ્રિજને દીવાલથી દૂર રાખવા સિવાય તે પણ જરૂરી છે કે, તમે તેને કોઈ સિધા હિટર કે, અન્ય કોઈ ગરમી આપતી વસ્તું પાસે ન રાખો.
જો તમે આવું કરો છો તો, તાપમાનમાં વધારે અંતર જળવાશે તેથી ફ્રિજ વધારે ઠંડું થશે અને સાથે સાથે અંદરની વસ્તુને પણ ઠંઠી રાખશે. આ સિવાય જો તમારૂ ફ્રિજ અંદરથી ભીનું થઈ જાય અને બરફ થઈ જાય છે તો, તે કોઈ પણ ફ્રિજ માટે સારી વાત નથી.
No comments:
Post a Comment