
શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો
શિયાળામા મુલાયમ સ્કીન ઉપાયો: દર વખતે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવી એ દરેક માણસ માટે સામાન્ય સમસ્યા છે. સ્કીન ને શુષ્ક થતી રોકવા માટે તમે અનેક પ્રકારના ક્રીમ કે મોશ્ચરાઈજર લગાવતા હોઇએ છીએ પણ ફક્ત ક્રીમ લગાવવાથી જ કામ નહી ચાલે. જો શિયાળામાં તમે તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય તો તમારે એવી કેટલીક વસ્તુઓ પણ વાપરવી પડશે જેનાથી તમારી ત્વચાને અંદરથી પુરતુ પોષણ મળે.. આવો જાણીએ શિયાળામાં ત્વચાની ચમક માટે કઇ વસ્તુઓ વાપરવી જોઇએ.

શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો
ચેહરાની ચમક માટે કાકડીનો ઉપયોગ
કાકડી શરીર માટે નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી ચેહરો ની ચમક ગ્લો બને છે. કાકડી ના રસનો ચહેરા પર રેગ્યુલર મસાજ કરવાથી ચહેરા પર રહેલા કાળા ડાઘ અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી શરીરનો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે આંખોની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.
લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ
હવે વાત કરીએ ત્વચાની સુંદરતા માટે લીંબુ કેટલુ ઉપયોગી છે.
લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ કરી શકાય ? જી હા હવે પાર્લરમાં જઈને બ્લીચીંગનો ખર્ચો કરવાની જરુર નથી લીંબુની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસથી પણ આજુબાજુ વાતાવરણ મા તાજગી ની લહેર પ્રસરી ઉઠે છે. એક ચમચી લીંબુનો રસ લઇ તેમાં એટલા જ માપની ખાંડ નાંખી તેનુ મિશ્રણ બનાવી ઘૂંટણ અને એડીએ ઘસવાથી પણ ત્યાંની ત્વચા ચમકદાર થાય છે. નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક સાબિત થયુ છે.
ત્વચાની ચમક માટે પપૈયુ
ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર ઉપાય છે. પપૈયાથી ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે અને કબજીયાત ની સમસ્યા દૂર થશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણા અંશે ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે અને કબજીયાત ની સમસ્યા રહેશે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.
ટામેટાંનો ઉપયોગ
બ્લેકહેડ્સ દૂર કરવા શુ કરવુ તો આ સમસ્યા દરેકને હોય છે ત્યારે તેના માટે ખુબ ઉપયોગી છે ટામેટું…
ટામેટામાં એસિડની માત્રા પુષ્કળ હોય છે. માટે તે તૈલી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમની માત્રા ઘણી વધુ હોય છે. માટે તે ત્વચામાં ચમક જાળવી રાખવા અને બ્લેકહેડ્સને ઓછા કરવામાં બહુ મદદરૂપ હોય છે.
No comments:
Post a Comment