Pages

Search This Website

Tuesday, 7 November 2023

હાર્ટ એટેક આવવાનુ 90% કારણ આ છે..જાણો નિષ્ણાત ડોક્ટરોના મતે તેનાથી બચવાના ઉપાયો.

હાર્ટ એટેક આવવાનુ 90% કારણ આ છે..જાણો નિષ્ણાત ડોક્ટરોના મતે તેનાથી બચવાના ઉપાયો.

પાણી પીતા હોવ એનાથી બમણું પીવાનું શરુ કરી દો- હાર્ટ એટેકથી બચવાનો હાલ આ વિકલ્પ- નિષ્ણાત ડોક્ટરો

ડૉક્ટરોના અનુભવ મુજબ 90 ટકા કિસ્સામાં જે લોકોને હાર્ટ એટેક આવ્યો છે તેઓ જીમ, ગરબા,ડાંસ કે લગ્ન પ્રસંગે ગમે તે શારીરિક પ્રવૃત્તિ કે માનસિક તણાવ અનુભવી રહ્યાં હતાં.  જેમાં તાર્કિક અને મહત્ત્વપૂર્ણ કારણ એવું સામે આવ્યું છે કે, પાણી ઓછું પિવાથી શરીરમાંથી પાણીનું સ્તર ઘટી જવાના કારણે લોહી જાડુ પડે છે અને હાર્ટ એટેકના કેસ વધતા હોઈ શકે છે.

બીજૂ મહત્વનું તારણ  એવું પણ સામે આવ્યું છે કે, પરિવારમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય અને સાથેસાથે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અનિંદ્રા, ખરાબ લાઈફ સ્ટાઈલ કે વ્યસન ધરાવતી વ્યક્તિ હાર્ટ એટેક માટે હાઈ રિસ્ક પર છે. આવા લોકોએ અચાનક શારીરિક શ્રમ કરવો જોઈએ નહીં. શારીરિક શ્રમની માત્રા ધીમેધીમે વધારવી જોઈએ અને તેમ કરતા પહેલા એક વખત ડૉક્ટર પાસે જઈ હેલ્થ ચેકઅપ કરાવી લેવું જરુરી છે.

હાર્ટ એટેક
હાર્ટ એટેક

 

હવે જોઈએ નિષ્ણાત ડોક્ટરોનુ હાર્ટ એટેક વિશે શું કહેવું છે ?

  • સમયાંતરે પાણી નહીં પીવાથી ક્લોટિંગનો ખતરો વધી જાય છે.

ગરબામાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં તાર્કિક રીતે કહી શકાય કે, ત્રણ-ચાર ક્લાક સુધી સળંગ ગરબા રમતા લોકોના શરીરમાંથી પ્રવાહી વહી જાય છે, પણ સમયાંતરે પાણી પીવાની દરકાર લેતા નથી. એના કારણે લોહી જાડુ પડે છે અને ક્લોટિંગ થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં સાબિત થયેલું છે કે, શરીરની જરૂરિયાત મુજબ પાણીની માત્રા ન જળવાય તો હૃદય સહિતના કોમ્પ્લિકેશન આવી શકે છે.

ડૉ.- તેજસ પટેલ 

  • શારીરિક શ્રમ રહેતો હોય તો દિવસનું 6 લિટર પાણી પીવું જરૂરી છે.

એક સ્વસ્થ્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 4 લીટર સુધી પાણી પીવું જોઈએ અને શારીરિક શ્રમ કરતા હોય તેમણે દિવસમાં 6 લીટર પાણી પીવું જોઈએ. કોઈ વ્યક્તિએ બાર મહિના સુધી શ્રમ કર્યો નથી અને તે અચાનક કલાકો સુધી ગરબા રમે અથવા ફિઝિકલ એક્સરસાઈઝ કરે ત્યારે પાણી ઘટી જવાથી હાર્ટ એટેકની આશંકા વધે છે.

ડૉ.- તેજસ પટેલ 

  • શારીરિક શ્રમ રહેતો હોય તો દિવસનું 6 લિટર પાણી પીવું જરૂરી છે.

એક સ્વસ્થ્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 4 લીટર સુધી પાણી પીવું જોઈએ અને શારીરિક શ્રમ કરતા હોય તેમણે દિવસમાં 6 લીટર પાણી પીવું જોઈએ. કોઈ વ્યક્તિએ બાર મહિના સુધી શ્રમ કર્યો નથી અને તે અચાનક કલાકો સુધી ગરબા રમે અથવા ફિઝિકલ એક્સરસાઈઝ કરે ત્યારે પાણી ઘટી જવાથી હાર્ટ એટેકની આશંકા વધે છે.

ડૉ.- ચિરાગ દોશી

  • અતિશય સ્ટ્રેસને કારણે પણ હાર્ટએટેક આવી શકે છે.

મારા ધ્યાનમાં બે કિસ્સા આવ્યા હતા જેમાં સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. બે પરિવારના લોકો જેમના ઘરમાં લગ્ન પ્રસંગ હતો. તેઓ ઘરના મોભી હોવાને કારણે વિશેષ જવાબદારી હોવાથી માનસિક તણાવ હતો. બંને દર્દી દિકરી પક્ષના હતા. સમયસર સારવાર મળી જતા બંને દર્દીનો જીવ બચી ગયો હતો.

ડૉ.- સમીર દાણી

  • “હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને જુદા છે

હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદી બાબત છે. હૃદયમાં ધમનીન બ્લોક થવાના કારણે હાર્ટ એટેક આવે છે જ્યારે કાર્ડિયાક અરેસ્ટ માટે એકલું હાર્ટ એટેકનું કારણ હોવું જરૂરી નથી. બ્રેઈન સ્ટ્રોક કે પલ્મોનરી એમ્બોલિઝમ વગેરે પણ કાર્ડિયાક અરેસ્ટ માટેનું કારણ હોઈ શકે છે. ભારતમાં મુખ્યત્વે ડાયાબિટીસ, તમાકુ અને તણાવનું કોમ્બિનેશન હાર્ટ એટેક માટે મુખ્ય જવાબદાર કારણો જોવા મળે છે.

ડૉ.- ધવલ નાયક

 

પાણી પીવાના મુખ્ય 8 ફાયદા

સાંધાને લુબ્રિકેટ કરે છે

મોઢામાં લાળ બનાવવા મદદરૂપ થાય છે

પાણી ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે છે

તે મગજ, કરોડરજ્જુ અને અન્ય સંવેદનશીલ પેશીઓ માટે લાભદાયક છે

તે શરીરના તાપમાનને નિયંત્રીત રાખે છે

તે શરીરનો કચરો દૂર કરે છે

તે બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.

 

હાર્ટ-એટેક અને હાર્ટ ફેલ્યરમાં શું તફાવત હોય છે, તે જાણીએ…

હાર્ટ-એટેકની સમસ્યાનું સૌથી મોટું કારણ કોલેસ્ટેરોલ છે.

કોલેસ્ટેરોલ માટે આ 8 વસ્તુ જવાબદાર છે.

ખરાબ લાઇફસ્ટાઇલ
વધારે ખાવું
સ્થૂળતા
ડાયાબિટીસ
આલ્કોહોલ
ધૂમ્રપાન
ફેફસામાંઆનુવંશિક
જેનેટિક
હાર્ટ ફેલ્યર થવાનાં 3 કારણો

હાર્ટ-એટેકને કારણે પણ હાર્ટ ફેલ્યર થઇ શકે છે.
જેનેટિક કારણથી પણ હાર્ટ ફેલ્યરની શક્યતા રહે છે.
હાર્ટ ફેલ્યર થવા પાછળનું એક કારણ હાર્ટ વાલ્વમાં ખામી પણ છે.
એવું જરૂરી નથી કે, દરેક વ્યક્તિને હાર્ટ એટેક પહેલાં લક્ષણ જોવા મળે. ઘણાં લોકોમાં કોઈ લક્ષણો જોવા નથી મળતા, તો કોઈ વ્યક્તિમાં ઓછા લક્ષણો જોવા મળે છે તો કોઈ વ્યક્તિમાં વધારે લક્ષણો જોવા મળે છે.

સવાલ : હાર્ટ-એટેક અને હાર્ટ ફેલ્યરથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ ?
જવાબ : આ ટિપ્સનું કરો પાલન

લાઇફસ્ટાઇલમાં સુધારો કરો.
સમયસર જાગો અને સમયસર સુઈ જાઓ.
દારૂ, તમાકુથી દૂર રહો
જંક ફૂડને બદલે હેલ્ધીફૂડને ડાયટમાં સામેલ કરો.
દરરોજ યોગ અને કસરત કરો
સમયાનુસાર બોડી ચેકઅપ કરાવો.
જીમમાં વધુ કસરત ન કરો
વધારે ચિંતા ન કરો. જો ચિંતા હોય તો બીજા સાથે આ બાબતે વાત કરો
મોર્નીગ વોક કરો, રાતે જમ્યા બાદ પણ વોકિંગ કરી શકો છો.
પોઝિટિવ લોકો સાથે રહો, નેગેટિવ વાતોથી દૂર રહો.

સવાલ : હાર્ટ-એટેક અને હાર્ટ ફેલ્યર બંનેની સારવારમાં તફાવત છે ?
જવાબ : હા, બંનેની સારવારમાં તફાવત છે. આવો જાણીએ
હાર્ટ-એટેક :
જેમાં હાર્ટની નળીઓ બ્લોક થાય છે, જેની ડોક્ટર સારવાર કરીને હાર્ટને નોર્મલ કરી દે છે.

હાર્ટ ફેલ્યોર:
હાર્ટને સામાન્ય બનાવવું મુશ્કેલ કામ છે, પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક દવાઓની મદદથી અને ઓપરેશન દ્વારા આ સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી શકાય છે.

સવાલ : હાર્ટ હેલ્ધી છે કે નહીં તે જાણવા માટે કયો ટેસ્ટ કરાવવો જોઈએ ?
જવાબ : ECG ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારું હાર્ટ કેટલું સ્વસ્થ છે. ECGને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (Electrocardiogram) પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં ડોકટરો હાર્ટના ધબકારા દ્વારા હાર્ટ સંબંધિત રોગો વિશે જાણી શકીએ છીએ. દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર ECG ટેસ્ટ કરાવવો જોઈએ.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment