Pages

Search This Website

Tuesday, 3 January 2023

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત / ક્યારે છે મકરસંક્રાંતિ ? ૧૪ તારીખે કે ૧૫ તારીખે ? કેમ ઉભુ થયુ કન્ફ્યુઝન


પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : જાણો કેવો રહેશે પવન અને હવામાન

પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : ગુજરાતમા ઉતરાયણ પર પતંગ ચગાવવાની લોકો આતુરતાથી રાહ જોત્ત હોય છે. સમગ્ર ગુજરાતના તમામ પતંગરસિયાઓને આનંદમાં લાવી દે એવા એક સમાચાર મળી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની નહીં કરી હોય એટલી મજા આ વખતે ઉતરાયણ મા આવશે.

હવામાન વિભાગની આગાહિ મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિ જેટલો રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, બંને દિવસ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેવાની આગાહિ છે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જતો હોય છે જેને લીધે પતંગબાજો પતંગ ચગાવવાનો પુરો આનંદ ઉઠાવી શકતા નથી. આ સમસ્યા આ વખતે ઉતરાયણ પર દૂર થઈ જશે એ નક્કી છે.

મકરસંક્રાંતિ પવન
મકરસંક્રાંતિ 


ઠંડી ઓછી પડવાની શકયતાઓ

અત્યારે ઉત્તર ભારતમા વાતા ઠંડા પવનોને કારણે આખું ગુજરાત ઠંડીમા ઠૂંઠવાઈ ગયું છે. દિવસે પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જતો નથી. આવામાં ઠંડા સાથે તેજ પવન, જે 25-30 કિ.મી.ની ગતિએ ફૂંકાય છે, એને કારણે ઠંડી ખૂબ જ વધી ગઈ છે. દિવસે પણ લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. જો આવુ જ વાતાવરણ ઉત્તરાયણ ના દિવસે રહેશે તો પતંગ કેમના ચગાવાશે એવી પતંગરસિયાઓમાં ચિંતા વ્યાપેલી છે. જોકે હવામાન વિભાગ અનુસાર, આગામી 10 જાન્યુઆરીથી ઠંડી દૂર થવાની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળશે.


મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી

હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાન 20 ડીગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. સવારના સમયે પવનની ગતિ સહેજ વધુ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગરસિયાઓને પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે ઠંડી ઘટવા લાગશે અને ધીમે-ધીમે 4 વાગ્યા સુધીમાં તાપમાન 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ ઓછી થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.

ઉતરાયણ પવન આગાહિ
ઉતરાયણ પવન આગાહિ

વાસી ઉતરાયણ હવામાન ની આગાહી

આ વખતે વાસી ઉતરાયણ એટલે કે ૧૫ જાન્યુઆરી ના દિવસે રવિવાર આવતો હોવાથી પતંગરસિયાઓને ૨ દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકસે. ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.જેટલો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શકયતાઓ છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.

 મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત : નવા વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે જ વર્ષનો ર્પથમ તહેવાર મકરસંક્રાંતિ ઉજવવા માટે લોકો આતુર છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિ ના તહેવારની તારીખને લઈને લોકોમાં અલગ=અલગ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આજે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામા આવશે કે 15મી જાન્યુઆરીએ?

નવા વર્ષ 2023ની શરૂઆત થતા જ મકરસંક્રાંતિના તહેવારની સાચી તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ વર્ષે મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવાશે કે 15મી જાન્યુઆરીએ? આ અંગે બધા લોકોને મૂંઝવણ છે. આ વખતે રાત્રિ દરમિયાન સૂર્ય ના મકર રાશિમાં ગોચરને કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. એવામાં આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવવામા આવશે કે 15 જાન્યુઆરીએ?

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત

શા માટે કન્ફયુઝન છે ?

મકરસંક્રાંતિ 2023 ની તારીખ માટે શા માટે મૂંઝવણ છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.14 મિનિટે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિનું મુહૂર્ત 14 જાન્યુઆરીએ આવી રહ્યું છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી મકરસંક્રાંતિની તારીખ નક્કી કરવા માટે મૂંઝવણ ઊભી થઈ છે.

મકરસંક્રાંતિ તારીખ ૨૦૨૩

પંચાંગ અનુસાર સૂર્યની મકર સંક્રાંતિનો સમય 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન કરવાનુ શુભ માનવામા નથી આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ નુ સ્નાન અને દાન કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.


મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત

આ વર્ષે મકરસંક્રાંતિ ના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરી, રવિવાર એ સવારે 07:15 થી લઈને સાંજે 05:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 07:15 થી 09:00 સુધીનો રહેશે.

મકરસંક્રાંતિ પર આ વખતે રવિવારનો સંયોગ

આ વર્ષે મુહુર્ત અનુસાર મકરસંક્રાંતિ રવિવારે થાય છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવાનુ શુભ માનવામા આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ બની રહેશે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે.

મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ

મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા અટકેલા શુભ કાર્યો શરુ થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધતો જાય છે અને આ દિવસથી શિયાળો ઓછો થવા લાગે છે અને તથા તાપમાન વધવા લાગે છે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment