Pages

Search This Website

Thursday, 18 January 2024

તમારી આ નાનકડી ભૂલથી ચા બની જાય છે ‘ઝેર’, જાણશો તો બચી જશો

તમારી આ નાનકડી ભૂલથી ચા બની જાય છે ‘ઝેર’, જાણશો તો બચી જશો.

Tea can be harmful: ઘણાં બધા લોકોને સવારમાં ઉઠતાની સાથે ચા પીવાની આદત હોય છે. શરદી-ખાંસી જેવી તકલીફમાં તમે ચા પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ તમે ચા કેવી રીતે બનાવો છો એ બહુ મહત્વનું છે.




Tea Making Mistakes:
 કડકડતી ઠંડીમાં ચા પીવાની મજા આવે છે. ચા પીવાથી શરીરમાં ગરમાવો આવે છે. ગરમાગરમ ચા શરીરમાં ઠંડી ઉડાડવાનું કામ કરે છે. તમે જાણતા હશો કે ચા બનાવવી પણ એક કળા છે. આમ વાત કરવામાં આવે તો ચા કોઇ પણ વ્યક્તિ બનાવી શકે છે, પરંતુ તમે કેવી ચા બનાવો છે એ બહુ મહત્વનું છે. સામાન્ય રીતે આપણે ચા બનાવતી વખતે નાની-મોટી ભૂલો કરી બેસતા હોઇએ છીએ જેના કારણે સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આમ, મોટાભાગના લોકો ચા બનાવે ત્યારે પાણી, દૂધ તેમજ ચા પત્તી બધુ એક સાથે નાખીને ઉકાળતા હોય છે. આ એક મોટી ભૂલ છે. 

દરેક લોકોના રસોડામાં બનતી ચાનો સ્વાદ અલગ-અલગ હોય છે. કોઇને આદુ વાળી ચા ભાવે છે તો કોઇને સાદી, આમ ચા પણ અલગ-અલગ પ્રકારે બનતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ચા માત્ર સ્વાદના હિસાબથી જ નહીં, પરંતુ હેલ્થને ફાયદો થાય એ રીતે પણ બનાવવી જોઇએ.

  • પરફેક્ટ ચા બનાવવા માટે સૌથી પહેલાં દૂધને એક પેનમાં લઇ લો.

  • હવે આ દૂધને ઉકાળી લો.

  • પછી એક બીજા પેનમાં એક કપ પાણી ઉકાળવા માટે મુકી દો.

  • પાણી ઉકળવા લાગે એટલે એમાં એક ચમચી ચા પત્તી નાખો. આ સાથે આદુ, ઇલાયચી તેમજ તુલસી જેવા બીજા અનેક પ્રકારના મસાલા તમારા હિસાબથી તમે નાખી શકો છો.

  • માત્ર 5 મિનિટ મિડીયમ ફ્લેમ પર થવા દો.

  • ત્યારબાદ અડધો કપથી વધારે દૂધ નાખો અને એક ચમચી ખાંડ મિક્સ કરો.

  • આ ચાને હાઇ ફ્લેમ પર 2 થી 3 માટે ઉકળવા દો. ચાનો ઉભરો ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ તેમજ ધીમી કરતા રહો. આમ કરવાથી ઉભરાશે નહીં.

  • હવે ગેસ બંધ કરી દો.

  • ચા બનાવવાની આ પરફેક્ટ રીત છે.

  • સામાન્ય રીતે ચા બનાવવાની પરફેક્ટ રીત એ છે કે તમે ચા પત્તી અને કોઇ ફ્લેવરના મસાલા પાણીમાં નાખીને ઉકાળીને ગાળી લો.

  • ત્યારબાદ ગરમ કરેલુ દૂધ અને ખાંડ એક સાથે મિક્સ કરો. આ ચા પીવાથી હેલ્થને કોઇ નુકસાન થતુ નથી.

  • 6 મિનિટ કરતા વધારે સમય સુધી ચા ઉકાળશો નહી.

  • વારંવાર ચા પત્તીનો ઉપયોગ કરશો નહીં.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment