Pages

Search This Website

Monday, 31 July 2023

Rajkot International Airport : રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલા એકરમાં ફેલાયેલું છે ? ગુજરાતની આ એક વર્ષમાં કેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે ?

Rajkot International Airport : રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલા એકરમાં ફેલાયેલું છે ? ગુજરાતની આ એક વર્ષમાં કેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે ?

Rajkot International Airport : સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં આ સમયે 5 એરપોર્ટ કાર્યરત છે. જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અને કેશોદ એરપોર્ટનો જેવા સમાવેશ થાય છે. જેમાંથી પોરબંદર એરપોર્ટ પરથી પ્રવાસીઓ માટેની ફ્લાઈટ છેલ્લા એક વર્ષથી બંધ છે.

જો કે, રાજકોટ, જામનગર, ભાવનગર, કેશોદ જેવા હવાઈઅડ્ડા પરથી હવાઈ ઉડાન કાર્યરત છે. ગઈકાલે રાજકોટમાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ વખતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે જ્યાં એક વર્ષમાં બે-બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. આવતા વર્ષે ધોલેરામાં પણ એરપોર્ટ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવશે.



                   અહીંથી જુવો વિડિઓ

Rajkot International Airport


ટાઈટલ રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલા એકરમાં ફેલાયેલું છે ? ગુજરાતની આ એક વર્ષમાં કેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે ?

રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ 10 ફ્લાઈટ ઉડાન ભરવાનું શરૂ છે


રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ 10 ફ્લાઈટ ઉડાન ભરવાનું છે. જેમાં મુંબઈની 5 અને દિલ્હીની 2 ડેઈલી ફ્લાઈટ ઉડાન ભરે છે. જ્યારે પૂણેની ફ્લાઈટ સોમવારથી શુક્રવાર અને રવિવાર એમ અઠવાડિયામાં 6 દિવસ તો ગોવાના મોપા એરપોર્ટ પર જતી મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરે છે. જ્યારે સુરત જવા માટે દૈનિક 9 સીટરનું નાનું વિમાન છે.
આ ઉપરાંત ભાવનગર એરપોર્ટ પરથી પુણે, મુંબઈ અને સુરતની ફ્લાઇટ અઠવાડિયાના 6 દિવસ ઉડાન ભરે છે. જામનગર એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે દરરોજ ફ્લાઈટ ઉપડે છે. જ્યારે બેંગ્લોર અને હૈદરાબાદની ફ્લાઈટ ઉડાન ભરે છે. કેશોદ એરપોર્ટ પરથી મુંબઈની ફ્લાઈટ બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરે છે.

પોરબંદર એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટની ઉડાન છેલ્લા એક વર્ષથી બંધ જાણો કારણ.


જ્યારે પોરબંદર એરપોર્ટ પરથી મુસાફરોની ફ્લાઈટની ઉડાન છેલ્લા એક વર્ષથી બંધ છે. મુસાફરો મળતા ન મળવાના કારણે મુસાફરો માટેની હવાઈ સેવા બંધ કરાઈ હોવાનું જાણવા મળે છે.


હાલ ડિફેન્સના અથવા ઇન્ડિયન એરફોર્સના વિમાનો જ ઉડાન ભરે છે. ત્યારે સાંસદ રમેશ ધડુક અને રાજકોટના સાંસદ રામ મોકરિયાએ પેસેન્જર ફ્લાઈટ શરું કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં હજુ કોઈ સુવિધા શરૂ થઈ નથી.

હાલના સમયમાં દેશમાં કેટલા એરપોર્ટ છે ?

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણના કાર્યક્રમ પછી યોજાયેલી જાહેર સભામાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ પોતાના ભાષાન માં જણાવ્યું હતું કે, 9 વર્ષ પહેલા 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા.

આજે 148 એરપોર્ટ છે. રાજકોટનું હાલનું એરપોર્ટ 236 એકર જગ્યામાં પથરાયેલું છે જેના કરતા દસ ગણુ મોટું એટલે કે 2500 એકર વિસ્તારમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે.

હાલના સમયમાં રાજકોટમાં કેટલા ફ્લાઇટની મુવમેન્ટ છે ?

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં રાજકોટ એરપોર્ટ પરથી 56 ફ્લાઇટની મુવમેન્ટ થતી હતી. આજે 9 વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પરથી 130 ફલાઇટની મુવમેન્ટ થાય છે. ટૂંક સમયમાં રાજકોટથી ઉદયપુર અને ઇન્દોરની ફ્લાઇટ પણ શરૂ કરવાની યોજના છે ગુજરાતને આવતા એક વર્ષમાં વધુ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળશે. આવતા વર્ષે ધોલેરામાં પણ નવું એરપોર્ટ શરું કરવામાં આવશે
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment