ફાયદાકારક / જબરદસ્ત ફાયદા આપે છે દ્રાક્ષ, રોજ ખાશો તો આવા ખતરનાક રોગોનો થશે ખાતમો, પણ આ રીતે ખાશો તો થશે નુકસાન
અત્યારે માર્કેટમાં કાળી અને લીલી દ્રાક્ષ ખૂબ વેચાય છે. આ જ તો સીઝન છે જેમાં દ્રાક્ષ ખાવાની મજા પડે છે. જેથી આજે અમે તમને દ્રાક્ષ ખાવાના જોરદાર ફાયદાઓ જણાવીશું.
- કાળી અને લીલી દ્રાક્ષ ખાવાથી મળે છે ગજબ ફાયદા
- સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે દ્રાક્ષ
- રોજ થોડી દ્રાક્ષ ખાવાથી સ્વાસ્થ્ય જળવાય છે
હેલ્થ ઈમ્પ્રૂવ કરવામાં
દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે, સ્ટ્રેસથી બચાવે છે અને રેટિનલ હેલ્થ ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. દ્રાક્ષના કેટલાક અન્ય અદભુત ફાયદાઓ પણ છે જેના વિશે આજે તમને જણાવીશું.જોખમી રોગો સામે રક્ષણ
દ્રાક્ષ પોષકતત્વો અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. દ્રાક્ષ ખાવાથી હૃદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે
દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટ્રલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. દ્રાક્ષમાં રહેલાં ફાઈટો કેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.દ્રાક્ષમાં રહેલા લુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલાં છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી.
સ્ત્રી ઓને બ્રેસ્ટ કેન્સર અટકાવે
દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.
યાદશક્તિ અને ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા વધે
દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાક્ષમાં રહેલું રિબોફ્લેવિન નામનું તત્વ માઈગ્રેનમાં અસરકારક છે. અલ્ઝાઈમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.
લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં
દ્રાક્ષ ઈન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે લાભદાયી છે. તે લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે.
વિટામિન સી મેળવવા
- દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન ઈ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, વાળને ખરતા અટકાવે છે. વાળ સફદે થતા અટકાવે છે. દ્રાક્ષ ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી સ્કિન સેલ્સને હેલ્ધી રાખે છે.
- દ્રાક્ષમાં રહેલા વિટામિન સી, કે, એ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
હાડકા મજબૂત બને છે.
લીલી દ્રાક્ષ ખાવાથી હાડકા મજબૂત બને છે. લીલી દ્રાક્ષમાં પોટેશિયમ, વિટામીન બી, વિટામિન સી જેવા તત્વો હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. લીલી દ્રાક્ષનું સેવન કરવાથી હાડકા સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. જે વ્યક્તિ આ સિઝન દરમિયાન લીલી દ્રાક્ષ ખાય છે તેના હાડકા નબળા પડવાની શકયતાઓ ઓછી રહે છે.પેટને ઠંડક આપે
- દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. જેથી તેને ખાવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. આ સાથે જ પેટને ઠંડક આપવાની સાથે દ્રાક્ષ કબજિયાત અને પેટ સંબંધી બીમારીઓથી પણ બચાવે છે.
- દ્રાક્ષ ખાવાથી એમાં રહેલી શુગરને કારણે ઇન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે. ગરમી વધી રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.
No comments:
Post a Comment