Pages

Search This Website

Sunday, 12 March 2023

Army Agniveer Bharti 2023: અગ્નિવીર ભરતી 2023, 10 પાસ માટે આર્મી મા ભરતી

Army Agniveer Bharti 2023: ઇન્ડિયન આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે અગ્નિવર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામા આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર 16 ફેબ્રુઆરી 2023 થી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન સહિતની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી ઇન્ડિયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર થી ઓનલાઇન અરજી કરી શકાસે.. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 માર્ચ છે..

Army Agniveer Bharti 2023: અગ્નિવીર ભરતી 2023

સોલ્જર જનરલ ડ્યુટી ભરતી

ઉંમર : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ (૦૧/૧૦ (૧૦ પાસ) ૨૦૦૨ થી ૦૧/૦૪/૨૦૦૬)

શૈક્ષણિક લાયકાત: એસ.એસ.સી.પાસ – ૪૫% ગુણ સાથે દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩%ગુણ સાથે પાસ હોવું જરૂરી

ઊંચાઇ: ૧૬૮ સે.મી.

છાતી: ૭૭- ફુલાવ્યા વગર, ૮૨-ફુલાવીને

સોલ્જર ટેકનીકલ ભરતી

ઉંમર : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ (૦૧/૧૦ (૧૦ પાસ) ૨૦૦૨ થી ૦૧/૦૪/૨૦૦૬)

શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી. (૧૦+૨) વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીકસ, કેમેસ્ટ્રી,ગણિત અને અંગ્રેજી ૫૦% ગુણ સાથે તેમજ ઓછામાં ઓછા૪૦% ગુણ સાથે દરેક વિષયમાં પાસ

ઊંચાઇ: ૧૬૭ સે.મી.

છાતી: ૭૬- ફુલાવ્યા વગર, ૮૧-ફુલાવીને
સોલ્જર ક્લાર્ક/ સ્ટોર કીપર ભરતી

ઉંમર : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ (૦૧/૧૦ (૧૦ પાસ) ૨૦૦૨ થી ૦૧/૦૪/૨૦૦૬)

શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી. (૧૦+૨) આર્ટસ/કોમર્સ/સાયંસ પ્રવાહમાં ૬૦% માર્ક્સ તેમજ અંગ્રેજી વિષયમાં 50% ગુણ સાથે તમજ ઓછામાં ઓછા ૪૦% ગુણ સાથે દરેક વિષયમાં પાસ હોવું જરૂરી,

ઊંચાઇ: ૧૬૨ સે.મી.

છાતી: ૭૭- ફુલાવ્યા વગર, ૮૨-ફુલાવીને


સોલ્જર ટ્રેડસમેન ભરતી (૧૦ પાસ)

ઉંમર : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ (૦૧/૧૦ (૧૦ પાસ) ૨૦૦૨ થી ૦૧/૦૪/૨૦૦૬)

શૈક્ષણિક લાયકાત: એસ.એસ.સી.પાસ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩%ગુણ સાથે પાસ હોવું જરૂરી

ઊંચાઇ: ૧૬૮ સે.મી.

છાતી: ૭૬- ફુલાવ્યા વગર, ૮૧-ફુલાવીને

સોલ્જર ટ્રેડસમેન ભરતી (૮ પાસ)

ઉંમર : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ (૦૧/૧૦ (૧૦ પાસ) ૨૦૦૨ થી ૦૧/૦૪/૨૦૦૬)

શૈક્ષણિક લાયકાત: ધોરણ ૮ પાસ, દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩%ગુણ સાથે પાસ હોવું જરૂરી,

ઊંચાઇ: ૧૬૮ સે.મી.

છાતી: ૭૬- ફુલાવ્યા વગર, ૮૧-ફુલાવીને

અગ્નિવીર ભરતી જરુરી સૂચનાઓ

આર્મી ભરતી રેલીની પ્રક્રિયા ઓનલાઈન છે.જેથી યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોએ www.joinindianarmy.nic.in વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૩/૨૦૨૩ છે. જયારે ઓનલાઈન પરીક્ષા (CEE) તા.૧૭/૦૪/૨૦૨૩ થી શરુ થનાર છે.તેમજ પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે. જે ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારોને આગળની પ્રક્રિયાની જાણ તેમજ પરીક્ષાના પરિણામ ની માહિતી www.joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મળશે.
જે પાત્રતા ધરાવતા યુવાનો પાસે ઈન્ટરનેટની સવલત ઉપલબ્ધ ન હોય તેઓ મદદનીશ નિયામક રોજગારની કચેરી, વડોદરા ખાતે રૂબરૂમાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો સાથે ઉપસ્થિત રહી આર્મીની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
અગ્નિવીર ભરતી 2023 ઓનલાઇન અરજી


સ્ટેપ-1 ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઈન્ડિયન આર્મી પોર્ટલ joinindianarmy.nic.in ઓપન કરો.
સ્ટેપ-2 ત્યારબાદ તમારી સામે ઈન્ડિયન આર્મી વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
સ્ટેપ-3 હોમ પેજ પર, તમારે પૂછવામાં આવેલી માહિતી ભરીને ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2023 રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.
સ્ટેપ-4 રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થયા પછી, તમારે લોગિન કરવા માટે જરૂરી ઓળખપત્રો ભરવા પડશે.
સ્ટેપ-5 હવે આગલા પેજ પર તમારે ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2023 અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોકયુમેંટ પણ અપલોડ કરવા પડશે.
સ્ટેપ-6 બધી માહિતી ભર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવું પડશે અને તમારા માટે ભારતીય સેના અગ્નિવીર ભરતી રેલી 2023 તારીખની રાહ જુઓ.
यह भी पढे:  BSF Recruitment 2023: BSF મા આવી 1284 પર 10 પાસ માટે ભરતી, મળશે 21700 થી 69000 ઓ પે સ્કેલ


ITI પાસ ઉમેદવારોને મળશે બોનસ ગુણ

ગુજરાતમાં અમદાવાદ ખાતે તા.૫ અને ૨૯ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન Army Recruitment rally યોજાશે. આ ભરતીમા ભાગ લેવા માંગતા ઉમેદવારો આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૩ સુધીમાં joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી-નોંધણી કરવી પડશે. વધુમાં ઓનલાઇન અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાની માહિતી જાણી શકાશે

ITI પાસ ઉમેદવારો પણ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાય તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આઇ.ટી.આઇ.પાસ ઉમેદવારોને બોનસ ગુણ આપવામા આવનાર છે. જેમાં ભારત સરકાર માન્ય આઇ.ટી.આઇ. સંસ્થામાંથી એક વર્ષનો કોર્સ કર્યો હોય તેને 30 બોનસ ગુણ, બે વર્ષનો કોર્સ કર્યો હોય તેને 40 બોનસ ગુણ તેમજ ડિપ્લોમા પાસ ઉમેદવારને 50 બોનસ ગુણ આપવામાં આવશે. આર્મી ભરતી માટે સીલેકશન પ્રોસેસ, મેરીટ, લાયકાત વગેરે જરુરી માહિતી માટે ડીટેઇલ નોટીફીકેશન નો વિગતે અભ્યાસ કરશો.
અગ્નિવીર ભરતી 2023 અગત્યની લિંક





Army Agniveer Bharti 2023

અગ્નિવીર ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.joinindianarmy.nic.in

અગ્નિવીર ભરતી 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?

15 માર્ચ 2023
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment