LIC મા ભરતી: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ ની ૩૦૦ જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે LICએ AAO (Assistant Administrative Officer)ના પદોની ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો પાસે અરજીઓ મગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી 2023થી શરુ થયેલા આ જગ્યાઓ માટે ૩૧ જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે licindia.in પર જઈને ફોર્મ ભરવાનુ રહેશે.
LIC ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા લોકો આ લિંક પર જણાવવામાં આવેલા પોસ્ટ (LIC AAO Recruitment 2023) માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતીને લગતી જરુરી વિગતો જાણી લેવી જોઇએ. LIC ભરતી હેઠળ કુલ 300 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી રહી છે. આ લેખમા આપણે LIC ભરતી, શૈક્ષનિક લાયકાત, અરજી કરવાની તારીખો, ફોર્મ ભરવાની લીંક વગેરે જરૂરી તમામ માહિતી મેળવીશુ.
LIC AAO ભરતી માહિતી
પગારધોરણ
LIC AAO Recruitment 2023ના પગારની વિગતોઃ આ ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારોને પગાર રૂપિયા 56,000 પ્રતિ માસ + ભથ્થા ચૂકવવામાં આવશે.
અરજી ફી
અરજી કરવા માટે ભરવાની ફીની વિગતોઃ જનરલ/ઓબીસી/EWS વર્ગમાં આવનારા ઉમેદવારોએ અરજી કરવાની સાથે 700 રૂપિયા જ્યારે SC/ST ઉમેદવારોએ 85 રૂપિયા ફી ભરવી પડશે.
વયમર્યાદા
ઈચ્છુક ઉમેદવારો વય મર્યાદા: આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવનારા ઉમેદવારો 01/01/2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમો પ્રમાણે આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ભરતી માટે જરુરી શૈક્ષણિક લાયકાતઃ LIC AAO Recruitment 2023 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ પણ સ્ટ્રીમમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોય તે જરુરી છે.
સીલેકશન પ્રોસેસ
LIC AAO Recruitment 2023ની ભરતી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે
- પ્રીલિમ્સ લેખિત પરીક્ષા
- મુખ્ય લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ
LIC AAO ભરતી અગત્યની લીંક
LIC AAO ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી કરવાની લીંક | અહિં ક્લીક કરો |
No comments:
Post a Comment