હિટરના ગેરફાયદા : હાલ શિયાળામા ગુજરાતમા અને દેશમા ખૂબ જ ઠંડી પડી રહિ છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો જાત જાત ના નુસખા અજમાવતા હોય છે. લોકો ગરમ કપડાં પહેરે છે તેમ છતાં ઠંડીમાં ઠુંઠવાતા રહે છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ઘણા લોકો તાપણું અથવા રૂમ હીટર (Room Heater)નો ઉપયોગ કરતા હોય છે. હીટર ઠંડીથી રાહત આપે છે પણ સાથે સાથે તેના ગેરફાયદા પણ રહેલા છે. હિટર આપણા સ્વાસ્થ્ય ને ઘણુ નુકશાન કરે છે. જો તમે પણ ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરતા હોય તો હિટરને લગતી કેટલીક ખાસ વાતો આપે જાણવી ખૂબ જરૂરૂ છે.
હિટરના ગેરફાયદા હિટર કેવી રીતે કામ કરે છે ? સૌથી પહેલાં તો એ જાણીશું કે હિટર કઈ રીતે કામ કરે છે. જેમ એ.સી. રૂમને ઠંડો કરવાનુ કમ અક્રે છે તેમ જ હિટર રૂમને ગરમ કરવાનુ કામ કરે છે. મોટાભાગના હીટરની અંદર લાલ-ગરમ ધાતુના સળિયા અથવા સિરામિક કોર હોય છે. તે રૂમના તાપમાનને વધારવા માટે ગરમ હવા બહાર કાઢે છે. હિટરમાથી નીકળતી આ ગરમી ગરમી હવાના ભેજને શોષી લે છે. હીટરમાંથી આવતી હવા ખૂબ શુષ્ક હોય છે. આ સિવાય આ રૂમ હીટર હવામાંથી ઓક્સિજન બર્ન કરવાનું પણ કામ કરે છે.
હિટરના ગેરફાયદાઆપણે હિટરની કાર્યપધ્ધતિ જોઇ પણ હવે હીટર થી આપણને થતા નુકશાનની ચર્ચા કરીશુ. હિટર આપણા શરીરને પણ નુકશાન પહોચાડે છે. જેમ કે હીટરમાંથી નીકળતી હવા ત્વચાને ખૂબ જ શુષ્ક બનાવે છે. હીટરના કારણે લોકોને ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ આપણે બીમાર કરી શકે છે. આ હીટરમાંથી નીકળતા રસાયણો શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને જો અસ્થમા અથવા એલર્જી હોય તો તેવા લોકોને ખૂબ જ નુકશાન પહોચાડે છે.
શા માટે હિટર પાસે ન બેસવુ જોઇએ ? એવા લોકોએ હીટર પાસે બેસવું ના જોઈએ તો અસ્થમાના દર્દીઓને રૂમ હીટરથી સૌથી વધુ અસર પહોચે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તો હીટરથી દૂર બેસવું જોઈએ. આ સિવાય બ્રોન્કાઈટિસ અને સાઈનસના દર્દીઓને પણ તેનાથી એલર્જી થઈ શકે છે. આ દર્દીઓના ફેફસામાં હીટરની હવાને કારણે કફ આવવા લાગે છે અને તેના કારણે તેમને ખાંસી અને છીંક આવવા લાગે છે. જો કફ અંદરથી સુકાઈ જાય તો એન્ટિબાયોટિક્સ દવાની જરૂર પડે છે.
એલર્જીવાળા લોકો માટે ખાસ ઓઇલ હિટરનિષ્ણાતોના મતે, જો તમે અસ્થમાના દર્દી છો અથવા તમને એલર્જીની સમસ્યા છે, તો તમારે સામાન્ય હીટરનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે ઓઇલ હીટરનો ઉપયોગ કરવો જોઈએ. આ હીટરમાં તેલ ભરેલી પાઈપ હોય છે, જે હવાને સાવ સુકાઇ જવા દેતુ નથી. જો તમે નિયમિત હીટરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો થોડીવાર પછી જ તેને બંધ કરી દો. જો તમને સાઇનસ અથવા બ્રોન્કાઇટિસની સમસ્યા હોય તો તમારા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. તે હવામાં ભેજ જાળવી રાખે છે, જેના કારણે શ્વાસ સંબંધી કોઈ સમસ્યા થતી નથી.
ગેસ હિટરથી થતા નુકશાનએક અભ્યાસ મુજબ, જે ઘરોમાં ગેસ હીટર અથવા એલપીજી હીટરનો વધુ ઉપયોગ થાય છે તે ઘરના બાળકોમાં અસ્થમાની સમસ્યા વધુ જોવા મળે છે. આ સિવાય ખાંસી, છીંક, છાતીમાં અને ફેફસાંને નુકસાન જેવા લક્ષણો પણ વધુ જોવા મળે છે. આ હીટરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ વાયુની ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો પર ખરાબ અસર પડે છે. હીટરને રજાઇ અથવા ધાબળાની અંદર ક્યારેય ન રાખવું જોઈએ નહીં તો તે આગનું કારણ બની શકે છે.
તો હિટરથી આપને શુ નુકશાન થઈ શકે છે તે આપણે જાણ્યુ. હિટરનો સાવધાનીપૂર્વક અને શરીર્ને તથા આપણા સ્વાસ્થ્ય ને કોઇ નુકશાન ન થાય તે રીતે સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
No comments:
Post a Comment