ભારત સરકારની ડિજિલોકર સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. તમે MyGov હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોટ દ્વારા ડિજિલોકરથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા પોતાના ડોક્યુમેન્ટ્સ ઘરેબેઠા સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
WhatsApp પર Aadhaar PAN કઈ રીતે કરશો ડાઉનલોડ?
- સૌથી પહેલા તમારે MyGov હેલ્પડેસ્ક કોન્ટેક્ટ નંબર +91 9013151515 પોતાના ફોનમાં સેવ કરવાનો રહેશે.
- હવે તમારે પોતાનું વોટ્સએપ ઓપન કરીને કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરી લો.
- હવે તમારે માયગોવ હેલ્પડેસ્ક ચેટબોટને સર્ચ કરીનો ઓપન કરવાનું રહેશે.
- ત્યાર બાદ માયગોવ હેલ્પડેસ્ક ચેટબોક્સને Hi મેસેજ મોકલો.
- આ ચેટબોટમાં તમારે ડિજિલોકર અથવા કોવિનમાં એક સર્વિસ પસંદ કરવાનો ઓપ્શન મળશે.
- અહીં તમને ડિજિલોકર સર્વિસ પસંદ કરવાની રહેશે ત્યાર બાદ Yes પર ટેપ કરી દો.
- હવે હેલ્પડેસ્ક ચેટબોટ તમારા ડિજિલોકર એકાઉન્ટ વિશે પુછશે.
- પછી ચેટબોટ તમને પોતાનો 12 આંકડાના આધાર નંબરથી ડિજિલોકર એકાઉન્ટને લિંક અને ઓથેન્ટિકેટ કરવાનો રહેશે. ત્યાર બાદ આધાર નંબર નાખો અને સેટ કરો.
- હવે તમને એક ઓટીપી મળશે. જને આપેલી જગ્યા પર ફીડ કરવાથી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થઈ જશે.
- ચેટબોટ લિસ્ટમાં ડિજિલોકર એકાઉન્ટની સાથે લિંક ડોક્યુમેન્ટ જોવા મળશે.
- ત્યાર બાદ ડાઉનલોડ, ટાઈપ, સેન્ડ નંબરનો ઓપ્શન જોવા મળશે.
આ રીતે તમે પોતાના ડોક્યુમેન્ટ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશો.
No comments:
Post a Comment