Pages

Search This Website

Saturday, 28 May 2022

ડુંગળી છે ડાયાબિટીસ થી કેન્સર સુધી છે ફાયદાકારક. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.


ડુંગળી છે ડાયાબિટીસ થી કેન્સર સુધી છે ફાયદાકારક. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે આપણે ડુંગરીના અનેક ફાયદાઓ વિશે જાણીશું. ભારતીઓના દરેક ઘરમાં ડુંગરી ફરજિયાત જોવા મળે છે. કોઇપણ રસોઈ બનાવવા ડુંગરી નો ઉપયોગ ફરજિયાત પણે કરવામાં આવે છે. લોકો શાક કરતા કાચી ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. શાક સાથે કાચી ડુંગરી ખવાથી ખુબજ મજા આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે.


જ્યારે હોટેલમાં ખાવાનું હોય, ઘરે હોય કે પછી ખેતરમાં દરેક જગ્યાએ ડુંગરી વગર મજા આવતી નથી. કોઇપણ ટેસ્ટી ખાવાનું બનાવવાનું હોય ત્યારે ડુંગરી નાખવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. દરેક વઘારમાં ડુંગરી ના હોય તો ખાવાનો ટેસ્ટ લાગતો નથી. ઘણા લોકો તેને સલાટ માં ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.

જે લોકો ડુંગરી નથી ખાતા તેના કરતાં ડુંગરી ખાવવાળાનું આરોગ્ય સારું હોય છે. કાચી ડુંગરીમાં પોષકતત્વો અને વિટામિન રહેલા હોય છે. તે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તેમાં બે પ્રકારની ડુંગળી જોવા મળે છે લાલ અને સફેદ જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

ડુંગળી ખાવાના ફાયદા:-

જો તમને કબજિયાત ની બીમારી હોય તો ડુંગળી ખાવાથી તેમાં રહેલા રેસા ચોંટેલા ખોરાક ને દૂર કરે છે અને પેટ સાફ થઈ જાય છે જેના કારણે કબજિયાત દૂર થાય છે. જો તમને શરદી, કફ કે ગળાની ખારાશ થઈ હોય તો ડુંગળી ના રસમાં મધ ભેરવીને પીવાથી કફ ની સમસ્યા દૂર થાય છે.

જો ઉનાળા દરમિયાન નસકોરી ફુટવાની સમસ્યા હોય તેવા લોકોએ કાચી ડુંગળી સુંઘવાથી લોહી બંધ થઇ જાય છે. તે ઉપરાંત જે લોકોને પાઈલ્સની બીમારી હોય તેમણે ડુંગળી ખાવાથી ફાયદો થાય છે. જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોએ રોજ સલાટ માં ડુંગળી ખાવાથી ઇનસુલીનની માત્રામાં વધારો થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ ને રાહત મળે છે.

કાચી ડુંગળી બંધ ધમનીને ખોલે છે અને હદય ને સ્વસ્થ રાખે છે તે ઉપરાંત હાઇબ્લડપ્રેશર વાળા દર્દીઓને લાભ થાય છે. ડુંગળી માં મીથાઇલ સલ્ફાઇડ અને એમીનો એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે. કેન્સર જેવી ભયાનક બીમારી ડુંગળી ખાવાથી કેન્સર ના કોષો નાશ પામે છે તેના કારણે સેલ નો વિકાસ અટકી જાય છે.

ડુંગળીમાં સલ્ફર નું પ્રમાણ વધારે હોવાને કારણે તેને ખાવાથી બ્રેસ્ટ કેન્સરમાં લાભ થાય છે. તે ઉપરાંત ફેફસા અને પ્રોસ્ટડ કેન્સર થી બચાવે છે. તે સાથે મૂત્રમાર્ગ ની સમસ્યાને દૂર કરે છે. તે કેન્સર માટેનો અકસીર ઈલાજ છે. ડુંગળી કાપવાથી તેમાં રહેલું સલ્ફર નાક દ્રારા અંદર પ્રવેશ કરે છે અને આંખો દ્રારા બહાર નીકળે છે જેના કારણે અનિમિયાથી બચી શકાય છે.

ખોરાક બનાવતી વખતે સલ્ફર બળી જાય છે આથી કાચી ડુંગળી ખાવી ખુબજ ફાયદાકારક છે. આમ ડુંગળી ખાવાથી અનેક ફાયદા થાય છે જેના કારણે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment