Pages

Search This Website

Thursday, 8 February 2024

શરીરને બીમારીઓનું ઘર બનાવે છે Vitamin B12 ની ઉણપ, આ લક્ષણો નજરઅંદાજ કરશો તો આખી જીંદગી પસ્તાશો

શરીરને બીમારીઓનું ઘર બનાવે છે Vitamin B12 ની ઉણપ, આ લક્ષણો નજરઅંદાજ કરશો તો આખી જીંદગી પસ્તાશો. 

Vitamin B12 Deficiency: વિટામીન બી12 બોડીના નર્વ્સને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે. આ વિટામીન બોડી માટે ખૂબ જરૂરી છે કારણકે શરીરમાં વિટામીન બી12ની ઉણપ વધારે થઇ જાય છે તો મોત પણ થઇ શકે છે.


Vitamin B12 Deficiency: આપણાં શરીરમાં જ્યારે કોઇ વસ્તુની ઉણપ થાય ત્યારે એની અસર બોડીમાં દેખાવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે ખાસ કરીને વિટામીન બી12ની ઉણપ હોય. વિટામીન બી12ની ઉણપને અનેક લોકો સામાન્ય ગણતા હોય છે. તમે પણ કંઇક આવુ વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વિટામીન બી12 કોઇ મામુલી નહીં, પરંતુ બોડીના ફેટને એનર્જીમાં બદલે છે. આ વિટામીનની મદદથી ડીએનએ અને રેડ સેલ્સ બને છે. આ બોડીના નર્વ્સને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે. આ વિટામીન બોડી માટે ખૂબ જરૂરી છે કારણકે શરીરમાં વધારે ઉણપ થઇ જાય છે તો કેટલાક કારણોસર મોત પણ થઇ શકે છે.



વિટામીન બી12ના લક્ષણો

  • બહુ વધારે થાક લાગવો અને નબળાઇ

  • ઉલટી, ઉબકા આવવા

  • હાથ પગ સુન્ન થઇ જવા

  • સાંધામાં દુખાવો થવો

  • વજન ઓછુ થવુ

  • ઝાંખુ દેખાવુ

  • ત્વચા પીળી પડવી

વિટામીન બી12ની ઉણપથી થઇ શકે છે આ બીમારીઓ

નર્વસ સિસ્ટમ નબળી પડવી

શરીરમાં નર્વસ સિસ્ટમ બહુ સેન્સેટિવ પાર્ટ હોય છે. આ માટે વિટામીન બી12 બહુ જરૂરી માનવામાં આવે છે. આ કમીને કારણે બ્રેનને અનેક ઘણું નુકસાન થાય છે. આ આગળ જઇને મોતનું કારણ બની શકે છે. વિટામીન બી12ની ઉણપની જાણ ઘણાં લોકોને બહુ પાછળથી થતી હોય છે. આમ જ્યારે આ વાતની જાણ થાય ત્યારે ઘણો સમય વીતી ગયો હોય છે.

થાક લાગવો

બી12ની ઉણપને કારણે થાક અને નબળાઇ લાગે છે. કામ કરતી વખતે તમે ફ્રેશ ફીલ નથી કરતા અને શરીરમાં થાક લાગે છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો.

લોહીની ઉણપ થવી

વિટામીન બી12ની ઉણપને કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. આ માટે સમયે સારવાર કરવી ખૂબ જરૂરી છે.

હાર્ટ બીટ વધવા

આ ઉણપને કારણે હાર્ટ બીટ ચાલતા સમયે અને કામ કરતી વખતે તેજ થઇ  શકે છે. આ કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ઝડપથી વજન ઘટી જવુ

તમારું વજન ઝડપથી ઘટી રહ્યુ છે તો તમે તરત ડોક્ટરનો સંપર્ક કરો. આ વિટામીન બી12ની ઉણપનો સંકેત હોઇ શકે છે. આ તમને સમય જતા મોટી તકલીફમાં મુકી શકે છે.

સાંધામાં દુખાવો થવો

વિટામીન બી12ની ઉણપને કારણે સાંધામાં દુખાવો થાય છે. સાંધાનો દુખાવો સતત વધી રહ્યો છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો અને વિટામીન બી12ના રિપોર્ટ કઢાવો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.) 


No comments:

Post a Comment