Electric Vehical Subsidy Gujarat: સરકાર આપી રહી છે રૂ. 48000 ની સહાય ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર.
Electric Vehical Subsidy Gujarat
યોજનાનુ નામ | બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા સહાય Electric Vehical Subsidy |
લાભાર્થી | ગુજરાતના નાગરીકો |
મળતી સહાય | રૂ.48000 |
ફોર્મ ક્યાથી મળશે ? | સત્તાવાર વેબસાઈટ પર થી |
વેબસાઈટ | https://geda.gujarat.gov.in |
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે?
આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માં આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર એટલે કે રીક્ષા ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે. એટલે કે સરકાર આવા વાહનો પર સબસીડી આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય.
યોજના નો હેતુ
આ યોજના લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે આ યોજનાના લાભાર્થી નવમા ધોરણથી કોલેજ સુધીના ના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.
પાત્રતા
- અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે
વિદ્યાર્થી માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- આધારકાર્ડ
- શાળાનું પ્રમાણપત્ર
- બેંક ખાતા ની વિગતો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
- હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)
અરજી ફોર્મ ક્યાથી મળશે ?
આ યોજનાનો લાભ લેવા માટેનુ અરજીફોર્મ GEDA દ્વારા અધિકૃત કરેલા ડીલરો પાસેથી તથા GEDA ની ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટસ
- આધારકાર્ડ ની નકલ
- જાતિનો દાખલો
- ત્રિ ચક્રિ વાહન ચલાવવા માટે લાયસન્સ ની નકલ
- જો સંસ્થા હોય તો સંસ્થા ના નોંધણી પ્રમાણપત્ર ની નકલ
કોને પ્રાથમિકતા મળશે ?
રીક્ષા ચાલક મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, બિનઅનામત આર્થીક પછાત વર્ગ ના લોકોને પ્રાથમિકતા આપવામા આવશે.
આ સહાય મેળવવા અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન
- પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
- જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ઈ રીક્ષા ફોર્મ | અહિં ક્લીક કરો |
ઈ બાઈક ફોર્મ | – |
No comments:
Post a Comment