કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે મહિના સુધી સંભવિત હીટવેવ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા 2023 માટે પ્રથમ વખત ગરમીની ચેતવણી જારી કરવામાં આવી હોવાથી શું કરવું અને શું ન કરવું તેની સૂચિ તૈયાર કરવામાં આવી છે.
તરસ ન લાગે તો પુરતું પાણી પીવાનું રાખો
સ્વાસ્થ્ય મંત્રાલયે ગરમી સંબંધિત બીમારી પર નેશનલ એક્શન પ્લાન હેઠળ એક ગાઇડલાઇન જાહેર કરી છે. અધિકારીઓએ ભારતીયોને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જણાવ્યું છે. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ) નો ઉપયોગ કરવા અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રાલયે લોકોને આવી આવી પણ સલાહ આપી
મંત્રાલયે પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ
ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે. સરકારે લોકોને રેડિયો સાંભળવા, અખબારો વાંચવા અને સ્થાનિક હવામાનના સમાચારો માટે ટીવી જોવાનું કહ્યું છે. તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો ભારતીય હવામાન વિભાગની વેબસાઇટને પણ ટ્રેક કરી શકે છે.
ઘરમાં સૂર્યનો સીધો પ્રકાશ અને ગરમીના મોજાને આવતા રોકો
આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ સારી રીતે હવા ઉજાશવાળી અને ઠંડી જગ્યાઓ પર ઘરની અંદર જ રહેવું જોઈએ. ઘરમાં સૂર્યનો સીધો પ્રકાશ અને ગરમીના મોજાને આવતા રોકો. ખાસ કરીને તમારા ઘરના તડકાના ભાગમાં દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખો. પરંતુ તેને રાત્રે ખોલો જેથી ઠંડી હવા અંદર આવી શકે.
આઉટડોર એક્ટિવીટી સવાર-સાંજ સુધી સીમિત રાખો
કેન્દ્રની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "જો બહાર જાઓ છો, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી સીમિત રાખો. આરોગ્ય મંત્રાલયે લોકોને ખાસ કરીને બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર નીકળતા ટાળવાનું જણાવ્યું હતું. કેન્દ્રએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું, "ઉનાળા દરમિયાન હીટવેવ પરકાષ્ઠાએ હોય ત્યારે ઘરમાં સાવધાનીપૂર્વક જમવાનું બનાવો. રાંધવાના ભાગને પૂરતા પ્રમાણમાં હવાઉજાસ આપવા માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અથવા મોટા પ્રમાણમાં ખાંડવાળા પીણાં લેવાનું ટાળો કારણ કે તે ખરેખર શરીરના વધારાના પ્રવાહીને નુકસાન પહોંચાડે છે અથવા પેટમાં તાણ લાવી શકે છે.
ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવો જોઈએ
લોકોને ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવી છે. એડવાઈઝરી મુજબ, 'પાર્ક કરેલા વાહનમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને ન છોડો. સરકારે કહ્યું છે કે જો શરીરનું તાપમાન વધારે છે, અથવા બેભાનના કિસ્સામાં તાત્કાલિક 108/102 પર કોલ કરવો જોઈએ.
હવામાન વિભાગની હીટવેવની આગાહી
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસમાં પારો ઉચકાશે અને તેથી લોકોએ સાવધ રહેવાની જરુર છે. આ ઉનાળામાં પારો વધીને 40 ડિગ્રીની ઉપર જઈ શકે છે.
No comments:
Post a Comment