Dakor LED Dhvaja: ડાકોર રણછોડરાયજી મંદિર લોકોમા ઘણુ મહત્વ ધરાવે છે અને કહેવાય છે કે ડાકોરના ઠાકોરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે ભક્તો મંદિરની ધજાના દર્શન કરીને દર્શન કર્યાનો આનંદ લેતા હોય છે. ત્યારે હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ આધુનિક રોશનીથી ઝળહળતી ધજા જોવા મળી રહી છે, જે જોઈને ભક્તોમાં આનંદ ની લાગણી છવાઈ ગઇ છે.
તાજેતરમાં દ્વારકાધિશ મંદિરમાં એક ભક્ત દ્વારા એક LED ડિજિટલ ધજા આરોહણ કરવામાં આવી હતી તેવા સમાચાર સામે આવ્યા હતા આ જોઈને ડાકોરના લાલજીભાઈ અને તેમના પિતા નાગજીભાઈ ભરવાડે ડાકોરના ઠાકોર રણછોડજીને પણ એક આધુનિક રોશનીથી ઝળહળતી ધજા ચઢાવવાનુ નક્કી કર્યું હતું. જેથી તેમણે ડાકોરમાં ધજા બનાવવાનું કામ કરતા મિત્રને તાત્કાલિક LED લાઇટ વાળી ધજા બનાવવા કહ્યું હતું. જેથી માત્રે 2 દિવસમાં આ ધજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભક્તોમા અને યાત્રીકોઓમાં છવાઈ ખુશી
આ ડીઝીટલ ધજામા ઝળહળતી લાઈટ સીરીઝ અને રણછોડજીની છબી બનાવી પરંપરાગત રીતિ મુજબ આ ભરવાડ પરિવાર દ્વારા ધજાનુ પૂજન કરવામાં આવ્યુ હતું. જે બાદ આ ધજાને ડાકોર મંદિરને અર્પણ કરવામાં આવી હતી. જોકે, સંધ્યા સમય થયો હોવાથી આ સમયે ધજા આરોહણ કરી શકાયું નહોતું. ત્યારે બીજે દિવસે આ ધજા આરોહણ કરવામાં આવી છે. ત્યારે આ વિશેષ ડીઝીટલ ધજાને લઇ ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.
ડાકોર ના રણછોડરાયજી મંદિરમા લહેરાઇ LED ધજા
ડાકોર મંદિરના પુજારી દુશ્યતભાઈ સેવકે જણાવ્યુ હતુ કે જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તેઓ ધજા લઈને મંદિરે આવે છે. અને મંદિરને આ ધજા અર્પણ કરે છે. કોઈ બાવન ગજની ધજા લઈને આવે છે, તો કોઈ ભક્ત સાદી ધજા લાવે છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિર પર LED ધજા ચઢાવવામાં આવી હતી, તે જોઈને ડાકોરના રહેવાસી લાલાભાઈને પણ ડાકોર મંદિર પર આવી LED ધજા ચઢાવવાની ઈચ્છા થઈ તેથી તેમણે LED ધજાની વ્યવસ્થા કરી હતી.
IMPORTANT LINK
ડાકોર LED ધજા વિડીયો | અહિં ક્લીક કરો |
No comments:
Post a Comment