Pages

Search This Website

Friday, 6 January 2023

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો / તાપમાન જોઇ તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા કયારે ઘટશે કડકડતી ઠંડી, જાણો શું કહે છે હવામાન વિભાગ

ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા તમામ જિલ્લાઓમા છેલ્લા ૩-૪ દિવસથી કાતિલ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીમા ઠુંઠવાઇ રહ્યા છે ત્યારે લોકો હજુ કેટલા દિવસ ઠંડી પડશે તે જાણવા લોકો ઉત્સુક છે. હજુ ગુજરાતમા કેટલા દિવસ ઠંડી પડશે તે અંગે હવામાન વિભાગની અગત્યની આગાહી સામે આવી છે.

ગુજરાત કોલ્ડવેવ આગાહી

હજુ 1 દિવસ કોલ્ડવેવની આગાહી

રાજ્યના હવામાન વિભાગે ઠંડી અંગે અગત્યની આગાહી કરી છે. જેમાં કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ઠંડીથી લોકોને થોડી રાહત મળશે તેવું પણ જણાવ્યું છે. આગામી સમયમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. તેમજ વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે.

ગુજરાત કોલ્ડવેવ આગાહી
ગુજરાત કોલ્ડવેવ આગાહી

કોલ્ડ વેવ એટલે શું ?

કોલ્ડવેવ શબ્દ શિયાળામા ખૂબ જ પ્રચલિત બને છે. કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર,કોલ્ડવેવ કહેવાય છે.

શીત લહેર દરમિયાન ખેડૂતોએ શું ધ્યાન રાખવું ?

  • પાકમા બોર્ડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી-ક્લોરાઈડનો છંટકાવ કરો
  • કોલ્ડ વેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોનો ઉપયોગ કરવો જોઇએ જે પાકને ઠંડીની ઈજામાંથી ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે.
  • ઠંડા/હિમ પ્રતિરોધક છોડ/પાક પ્રકારની ખેતી કરવી જોઇએ.
  • બારમાસી બગીચાઓમાં આંતરખેડા ઉગાડો
  • શાકભાજીનો મિશ્ર પાક, જેમ કે ટામેટા, રીંગણ જેવા ઊંચા પાક સાથે સરસવ/કબુતરના વટાણા ઠંડા પવન સામે જરૂરી આશ્રય આપશે.
  • જો પ્લાસ્ટીકનું લીલા ઘાસ ઉપલ્બ્ધ ન હોય તો, સ્ટ્રો અથવા સરકંડાના ઘાસમાંથી ખાંચો(ઝુગી) બનાવવાથી અથવા ઓર્ગેનિક મલ્ચિંગ પણ પાકને ઠંડીથી બચાવશે.
  • ખેતરની આજુબાજુ વિન્ડ બ્રેક્સ/આશ્રય પટ્ટા રોપો
  • બગીચાના પાકને થતી ઈજાને રોકવા માટે ધુમાડો 
ઉત્તર ભારતીય રાજયો હજુ પણ કાતિલ ઠંડીની લપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન 1 ડિગ્રી સુધી ઘટી શકે છે. જોકે, IMD એ કાતિલ ઠંડીની વચ્ચે થોડા રાહતના સમાચાર પણ આપ્યા છે. 19 જાન્યુઆરીથી ઉત્તરના રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. તેની પાછળનું મોટું કારણ 18 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ બે સંભવિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભારે ઠંડીનું જોર હજુ પણ યથાવત છે.


વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો : દેશના ઘણા રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે અને તાપમાન નો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, આવી ઠંડીમા લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આટલા તાપમાન સામાનુ જનજીવન પર ઘણી અસરો પડી છે. જો તમને લાગે છે કે આ ઠંડી ખૂબ જ વધુ છે તો તમારે દુનિયાના 5 સૌથી ઠંડા શહેરો વિશે જાણવુ જોઈએ. આજે આપણે વિશ્વના 5 એવા શહેરો વિશે જાણીશુ જ્યાં ઠંડી લોહી જમાવી દે તેવી હોય છે, તેમ છતાં આ સ્થિતિ વચ્ચે લોકો અહીં રહે છે.

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો
વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો

રેલોનાઇફ, કેનેડા (Yelloknife, Canada)

Yelloknife, Canada
Yelloknife, Canada

કેનેડા મા આવેલા યેલોનાઇફને અહીંના 100 શહેરોમાં સૌથી ઠંડુ શહેર ગણવામા આવે છે. અહીં સરેરાશ તાપમાન શૂન્યથી -27.9 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ હોય છે. તો લઘુત્તમ તાપમાન શૂન્યથી -51 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.

અસ્તાના, કઝાકિસ્તાન (Astana, Kazakhstan)

Astana, Kazakhstan
Astana, Kazakhstan

કઝાકિસ્તાન મા આવેલુ અસ્તાના શહેર પોતાની મોટી અને આકર્ષક ઈમારતો માટે જાણીતું છે. અહીં શિયાળાની ઋતુ ખૂબ લાંબી અને કઠીન હોય છે. આ શહેરમા શિયાળામાં સરેરાશ તાપમાન માઈનસ -14.2 ડીગ્રી જેટલુ અને લઘુત્તમ તાપમાન માઈનસ -51.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે. નવેમ્બર અને એપ્રિલની વચ્ચે અહીં બધું જામી જાય છે. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો આ શહેરમા રહે છે.

બૈરો, અમેરિકા (Barrow, Utqiagvik, USA)

Barrow, Utqiagvik, USA
Barrow, Utqiagvik, USA

અલાસ્કામાં આર્કટિક સર્કલની ઉપર આવેલુ બૈરો શહેરને હવે Utqiagvik નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ગરમી કે ઓછી ઠંડીવાળા દિવસો આખા વર્ષમા માત્ર 120 જ હોય છે. આ શહેર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહે છે. અહીં સરેરાશ તાપમાન માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે અને લઘુત્તમ તાપમાન માઇનસ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ નોંધાય છે. અહીં એટલી ઠંડી હોય છે કે સમુદ્રનું પાણી પણ ઘણી વખત જામી જાય છે.

ઉલાનબાતોર, મંગોલિયા (Ulan Bator, Mangolia)

Ulan Bator, Mangolia
Ulan Bator, Mangolia

ઉલાનબાતોરને દુનિયાની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. અહીં ગરમી તો ખૂબ જ પડે છે સાથે-સાથે ઠંડી પણ ખૂબ પડે છે. ગરમીમાં અહીં મેક્સીમમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો ઠંડીમાં તાપમાન ઘટીને -42 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ પહોંચી જાય છે. અહીં જાન્યુઆરીમાં એવરેજ તાપમાન -24.6 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ રહે છે.


ઉત્તરી મિનેસોટા, યુનાઇટેડ સ્ટેટ્સ (North Minnesota, US)

North Minnesota, US
North Minnesota, US

ઉત્તરી મિનેસોટો શહેર પોતાની રેકોર્ડ બ્રેક હિમવર્ષા માટે જાણીતું છે. અહીં એવરેજ 71.6 ઇંચ વરસાદ થાય છે, જેના કારણે તેને આઈસ બોક્સ ઓફ ધ નેશન કહેવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી 48 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ પહોંચી જાય છે.

No comments:

Post a Comment