Pages

Search This Website

Thursday 29 December 2022

શ્રમિક અન્નપૂર્ણા યોજના/ માત્ર ૫ રૂ. ના દરે મળશે પૌષ્ટીક ભોજન જાણો તમામ માહિતી

શ્રમિક અન્નપૂર્ણા યોજના : ૫ રૂ. ના દરે મળશે ભોજન યોજના : Shramik Annapurna Yojna: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામા આવી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના મા 33 લાખથી વધુ શ્રમિકોને 5 રૂપિયાના દરે મળશે પૌષ્ટિક ભોજન આપવાનો લક્ષ્યાંક છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના નુ ગાંધીનગર અને અમદાવાદમાં 2 મહિનામાં અમલીકરણ કરવામા આવશે. ૫ રૂ. ના ભોજન યોજના શહેર લીસ્ટ

ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો શરુ કરવામા આવ્યા જેમાં શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં ભોજન અપાશે.

  • રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે
  • અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા
  • આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના

    શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે ‘ઘરનું ચણતર’ કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

  • શ્રમ સન્માન પોર્ટલ

    શ્રમ ‘સન્માન’ પોર્ટલ વિશે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમામ યોજનાના લાભો ડિજિટલ માધ્યમથી એક જ પોર્ટલ પર મળી શકે તે માટે ‘સન્માન’ પોર્ટલ કાર્યરત કરાયું છે. તાજેતરમાં જ દેશમાં 5જી સેવાનો પ્રારંભ કરાવાયો છે જેમાં શ્રમિકોને પણ આવરી લેવાનો અભિગમ છે. ‘સન્માન’ પોર્ટલથી હવે કોઈપણ શ્રમિકને કચેરીમાં જવું નહીં પડે. ઘરેબેઠા જ અરજીથી લઈ મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સરળ બનાવાઈ છે.

    શ્રમિક અન્નપૂર્ણા યોજનાના આ પ્રસંગે શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે ‘અન્નપૂર્ણા યોજના‘ શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે ‘સન્માન’ પોર્ટલ શરૂ કરાયું છે. જેનાથી ન નોંધાયેલા શ્રમિકોને પણ લાભ મળશે. શ્રમિકોને સાત્વિક- પૌષ્ટિક ભોજન આપવાના ધ્યેય સાથે આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂ.માં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    ૫ રૂ. ના દરે મળશે ભોજન યોજના

    આજે યોજાયેલા સમારોહ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને ભોજનનું વિતરણ પણ કર્યું હતું. સાથોસાથ મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય, વીમાની સહાય, લગ્ન સહાય વગેરેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1200 જેટલા શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

શ્રમિક અન્નપૂર્ણા યોજના
શ્રમિક અન્નપૂર્ણા યોજના

No comments:

Post a Comment